મંત્રીશ્રીએ ધરોઈ ડેમ પ્રદેશના વિકાસ હેઠળ ચાલતા વિવિધ પ્રોજેક્ટ વિશે જાત માહિતી મેળવી
વલાસણા બેરેજ, ચિમનાબાઈ સરોવર અને વરસંગ તળાવ ખાતે ખેરાલુ સતલાસણા ઉદવહન પાઇપલાઇનના કામની સ્થળ મુલાકાત લેતા મંત્રીશ્રી
મહેસાણા, ૨૧ જાન્યુઆરી ૨૦૨૬
આજરોજ રાજ્યકક્ષાના મંત્રીશ્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા(સ્વતંત્ર હવાલો), ઈશ્વરસિંહ પટેલે સતલાસણા પાસે આવેલ ધરોઈ ડેમની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ખેરાલુ ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ ધરોઈ ડેમ પ્રદેશના વિકાસ હેઠળ ચાલતા વિવિધ પ્રોજેક્ટ વિશે જાત માહિતી મેળવી હતી.
મંત્રીશ્રીએ ધરોઈ ડેમ પ્રદેશના વૈશ્વિક કક્ષાના સસ્ટેનેબલ પ્રવાસન સ્થળ તરીકેની વિકાસ યોજના અંતર્ગત નિર્માણ પામનાર એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરેના,વિઝિટર સેન્ટર અને વોટર એક્સપિરિયન્સ પાર્ક, પંચ તત્વ પાર્ક, અર્થ એક્સપિરિયન્સ પાર્ક, સન એક્સપિરિયન્સ પાર્ક, બોટેનિકલ ગાર્ડન, સ્કાય એક્સપિરિયન્સ પાર્ક સહિતના વિવિધ પ્રોજેક્ટ વિશે સંબંધિત અધિકારી પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આ અગાઉ મંત્રીશ્રીએ વલાસણા બેરેજ અને ચિમનાબાઈ સરોવરની મુલાકાત લીધી હતી.આ ઉપરાંત મંત્રીશ્રીએ વરસંગ તળાવ ખાતે ખેરાલુ સતલાસણા ઉદવહન પાઇપલાઇનના કામની સ્થળ મુલાકાત લીધી હતી અને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
આ મુલાકાત સમયે જળ સંપતિ વિભાગના મુખ્ય ઇજનેર અને સચિવશ્રી એમ.ડી.પટેલ, સુજલામ સુફલામ વર્તુળ – ૨ મહેસાણાના અધિક્ષક ઇજનેરશ્રી ડી.પી. બારોટ, ધરોઈ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી સુમિત પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી પી.આર. પટેલ, સતલાસણા મામલતદારશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેર સર્વે શ્રી સી.એ.પટેલ, શ્રી એચ.જે. રાઓલ, શ્રી એ.વી.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારી/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.