મીડિયા ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા આયોજિત “બિઝનેસ આઈકોન એવોર્ડ અને સેમિનાર 2025” કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા પત્રકાર અને મીડિયા ઉદ્યોગના પ્રખર કાર્યકર શ્રી આશુતોષ પંડ્યાને “બેસ્ટ કોન્ટ્યુબ્યુશન ઇન ધી ફિલ્ડ ઓફ જર્નાલિઝમ”ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
શ્રી આશુતોષ પંડ્યાએ તેમના 38 વર્ષના શિષ્ટ પત્રકાર જીવન દરમિયાન ગુજરાતના અનેક જાણીતા દૈનિકો અને સાપ્તાહિકોમાં પત્રકાર તેમજ મુખ્ય સંપાદક તરીકે નોંધપાત્ર કામગીરી આપી છે. તેમણે GNS ન્યૂઝ એજન્સીની સ્થાપના કરી અને તેને એક પ્રાદેશિક અનેપ રાષ્ટ્રીય સ્તરની સમાચાર એજન્સી તરીકે વિકસાવી હતી.
તેમના કાર્યકાળ દરમિયાન પત્રકારત્વની ઋજુતા, સામાજિક જવાબદારી અને નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખી તેમણે અનેક વિમર્શજનક મુદ્દાઓ ઉપર વિસ્તૃત રિપોર્ટિંગ કરીને જનજાગૃતિ ફેલાવી છે.
હાલમાં તેઓ G18 ન્યુઝ સર્વિસ પ્રા. લિ.ના એડિટર ઇન ચીફ-CEO તરીકે કાર્યરત છે. તેમના માર્ગદર્શન હેઠળ G18 ન્યૂઝ ટૂંક જ સમયમાં હિન્દી નેશનલ ન્યૂઝ ચેનલ તરીકે દેશ-વિદેશના કુલ 52 ડિજીટલ પ્લેટફોર્મ્સ પર લોન્ચ થવા જઈ રહી છે, જે પત્રકારત્વના નવા યુગનું પ્રતીક બનશે.
શ્રી આશુતોષ પંડ્યા હવે ગુજરાતની રાજધાની ગાંધીનગરથી એક નવી રાષ્ટ્રીય હિન્દી ન્યૂઝ ચેનલ G18 ન્યૂઝ શરૂ કરવા જઈ રહ્યા છે. આ ચેનલ દેશ અને વિદેશમાં 52 થી વધુ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે અને તેનો હેતુ પત્રકારત્વના નવા લક્ષ્ય સ્થાપિત કરવાનો છે. શ્રી આશુતોષ પંડ્યા (વરિષ્ઠ પત્રકાર અને મીડિયા ઉદ્યોગસાહસિક, ગુજરાત) મીડિયા ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પત્રકારત્વ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આ સન્માન સાથે, શ્રી પંડ્યાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ પત્રકારત્વમાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેમની આગામી ન્યૂઝ ચેનલ G18 ન્યૂઝ નવા વિચારો, પ્રામાણિક રિપોર્ટિંગ અને ડિજિટલ યુગ માટે જરૂરી તમામ મૂલ્યો લાવશે.
અત્યાર સુધી શ્રી પંડ્યા અનેક વિશ્લેષણાત્મક લેખો લખી ચૂક્યા છે અને અનેક સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રવચનો આપ્યા છે. તેઓ પોતે જ પત્રકાર છે, સંપાદક છે, અને હવે એક મીડિયા ઉદ્યોગપતિ તરીકે નવી પેઢી માટે મિશાલ બની રહ્યા છે.
મિડિયા ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવતો આ પુરસ્કાર માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે ગુજરાતના પત્રકારત્વ માટે પણ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. સમારંભમાં દેશમાં અલગ અલગ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિતિ રહ્યા હતા અને પત્રકારત્વ સાથે સંબંધિત અનેક મુદ્દાઓ પર વિચારમંથન કરવામાં આવ્યુ હતું.
આ અવસરે મિડિયા ફેડરેશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, “શ્રી આશુતોષ પંડ્યા જેવા વ્યક્તિત્વોને સન્માનિત કરવું એ માત્ર એ વ્યક્તિ માટે નહિ, પણ સમગ્ર પત્રકાર જગત માટે ગૌરવની વાત છે. તેમની વિચારશીલ દ્રષ્ટિ અને નિષ્ઠાવાન કાર્યશૈલી આજની પેઢી માટે પ્રેરણારૂપ છે.”
મીડિયા ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પત્રકારો અને મીડિયા વ્યાવસાયિકોનું એક પ્રતિષ્ઠિત સંગઠન છે, જેની સ્થાપના 2006 માં થઈ હતી. આ સંગઠન દેશભરના પત્રકારો અને મીડિયા સંગઠનોના કલ્યાણ માટે કાર્ય કરે છે અને દર વર્ષે વિવિધ પ્રકારના મીડિયા પુરસ્કારોનું આયોજન કરે છે.
વરિષ્ઠ પત્રકાર આશુતોષ પંડ્યાને “બેસ્ટ કોન્ટ્યુબ્યુશન ઇન ધી ફિલ્ડ ઓફ જર્નાલિઝમ”ના એવોર્ડથી સન્માનિત કરાયા


Khub khub Abhinandan