રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૦૦૦ સામે ૮૧૯૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૨૯૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૦૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૩૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૨૨ સામે ૨૫૦૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૮૮૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૪ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૯૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં આજે સતત છ દિવસની તેજીને બ્રેક લાગી હતી. યુક્રેન – રશીયા યુદ્ધમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ રશિયા રાષ્ટ્રપતિ પુતિન સાથે અલાસ્કામાં મીટિંગ કર્યા બાદ વોશિંગ્ટનમાં મળેલી ટ્રમ્પ – ઝેલેન્સ્કી અને યુરોપના દેશોના નેતાઓની મીટિંગમાં ગમે તે ઘડીએ સીઝફાયર થવાની પ્રબળ શક્યતા વચ્ચે રશિયાએ યુક્રેન પર આ વર્ષનો ત્રીજો સૌથી મોટો હવાઇ હુમલો કરતા જિયોપોલિટિકલ ટેન્શન ફરી વધતા આજે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં અંદાજીત ૬૫૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વની જુલાઈ મીટિંગની મિનિટસ પરથી સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો નહીં આવે તેવી ધારણાં મજબૂત બનતા શુક્રવારે ડોલરની માંગમાં વધારાને કારણે ભારતીય રૂપિયો ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે અમેરિકામાં માગમાં વધારો અને યુક્રેન – રશિયા યુદ્ધવિરામને લઈને અનિશ્ચિતતાને પગલે ક્રુડઓઈલના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી સપાટીએ રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, હેલ્થકેર અને કેપિટલ ગુડ્સ સેક્ટરલ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૧૬ અને વધનારની સંખ્યા ૧૭૬૫ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૭૯%, મારુતિ સુઝુકી ૦.૬૫%, સન ફાર્મા ૦.૨૦%, બીઈએલ ૦.૧૯%, ભારતી એરટેલ ૦.૧૪% અને ટાઈટન કંપની લિ. ૦.૧૦% વધ્યા હતા, જ્યારે એશિયન પેઈન્ટ ૨.૪૪%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૪%, આઈટીસી લિ. ૧.૮૪%, ટાટા સ્ટીલ ૧.૮૩%, એચસીએલ ટેકનોલોજી ૧.૭૭%, કોટક બેન્ક ૧.૬૮%, અદાણી પોર્ટસ ૧.૫૫%, ટીસીએસ લિ. ૧.૫૩% અને એચડીએફસી બેન્ક ૧.૨૮% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૫૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૩.૬૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૬ કંપનીઓ વધી અને ૨૪ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના અનુમાન મુજબ અમેરિકામાં ભારતની નિકાસની માત્રા દેશના જીડીપીના ૨% જેટલી જ હોવાથી ટ્રમ્પના ટેરિફને કારણે ભારતના આર્થિક વિકાસ પર અસર નહીં પડે કારણ કે ભારત વેપારલક્ષી અર્થતંત્ર નથી અને ભારતનું સોવેરિન રેટિંગ્સ આઉટલુક પણ પોઝિટિવ જળવાઈ રહેશે. આર્થિક વિકાસ મજબૂત હોવાનું જણાવી ગયા વર્ષના મે માસમાં એસએન્ડપીએ ભારતના સોવેરિન રેટિંગને બીબીબી- થી પોઝિટિવ અપગ્રેડ કર્યું હતું. રશિયા પાસેથી ભારતે ક્રુડ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હોવાનું જણાવી અમેરિકાએ ભારત પર કુલ ૫૦% ટેરિફની જાહેરાત કરી છે જેમાંથી ૨૫% સાત ઓગસ્ટથી લાગુ થઈ છે અને બીજી ૨૫% ૨૭ ઓગસ્ટથી લાગુ થનાર છે.
વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૫૦% રહેવા એસએન્ડપીએ અંદાજ મૂકયો છે. ફાર્માસ્યૂટિકલ તથા ઈલેકટ્રોનિકસ જેવા મુખ્ય ક્ષેત્રોને ટેરિફમાંથી બાકાત રખાયા છે. લાંબા ગાળે આ ટેરિફથી ભારતને મોટો ફટકો પડશે તેવું જણાતું નથી અને માટે ભારત પર પોઝિટિવ આઉટલુક જળવાઈ રહ્યું છે. ચીન ઉપરાંત અન્ય દેશની સ્ટ્રેટેજી વેપારગૃહોને છેલ્લા કેટલાક વર્ષથી લાભકારક બની છે અને કંપનીઓ ભારતમાં ઘરેલુ માગને પૂરી કરવા ભારતમાં વેપારગૃહો ઊભા કરી રહી છે. વેપારગૃહો માત્ર અમેરિકામાં નિકાસ કરવા જ ભારતમાં એકમો સ્થાપી નથી રહી પરંતુ ભારતમાં ઘરેલુ માંગ પણ મજબૂત છે.
તા.૨૫.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૨.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૯૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૭૯ પોઈન્ટ થી ૨૫૦૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૫૪ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૨૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૦૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૦ થી રૂ.૧૫૮૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૪૯૧ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૬૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૪૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૦૮ થી રૂ.૧૫૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૪૧ ) :- રૂ.૧૩૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૦૩ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૫૭ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૦૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૯૬૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૨૯ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૭૯ થી ૯૯૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એસબીઆઈ લાઈફ ( ૧૮૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૯૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૯ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- સિપ્લા લિ. ( ૧૫૯૫ ) :- રૂ.૧૬૩૦ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૬૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૫૭૪ થી રૂ.૧૫૬૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૧૧ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૬૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એક્સીસ બેન્ક ( ૧૦૭૧ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૫૭ થી રૂ.૧૦૩૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૮ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૯૯૫ ) :- રૂ.૧૦૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૨૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૮૦ થી રૂ.૯૬૩ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in