રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા દેશો સાથે ટ્રેડ ડિલ ફાઈનલ કર્યા બાદ હવે ચાઈના અને ભારત સાથે ડિલ મહત્વની હોઈ ભારત સાથે ટ્રેડ ડિલમાં થઈ રહેલા વિલંબથી ખફા ટ્રમ્પે ભારત પર ૧લી, ઓગસ્ટથી ભારતીય ગુડઝની અમેરિકામાં આયાત પર અપેક્ષાથી વધુ ૨૫% ટેરિફ અને રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની ખરીદી કરવામાં આવતી હોઈ નોન – ટેરિફ બેરિઅર્સ મામલે વધારાની પેનલ્ટીની જાહેરાત બાદ ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જો કે ભારતથી થતી સ્માર્ટફોન, સેમી-કન્ડકટર્સ, લેપટોપ સહિતની ઈલેક્ટ્રોનિક્સ ચીજો અને ફાર્માસ્યુટિકલ્સની આયાતો પર હાલ તુરત ટેરિફ નહીં લાદવામાં આવ્યાના અહેવાલોએ ઘટાડો માર્યાદિત રહ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ દ્વારા વ્યાજ દરો પર યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવતા અને ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર ૨૫% ટેરિફ લાદવામાં આવ્યા બાદ રૂપિયાની અસ્થિરતાને રોકવા માટે બજારમાં આરબીઆઈ દ્વારા શંકાસ્પદ હસ્તક્ષેપ છતાં ગત સપ્તાહે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જયારે રશિયા પર યુરોપના પ્રતિબંધ બાદ અમેરિકા પણ તેના વલણને સખત બનાવવા માંગતું હોવાના સંકેતે ક્રુડઓઈલના ભાવ મક્કમ રહ્યા હતા.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી થતી બધી નિકાસ પર ૨૫% આયાત ડયુટીની જાહેરાત કરી છે. આ ટેરિફ ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી અમલમાં આવશે અને સ્માર્ટફોન, દવાઓ, ઓટો પાર્ટ્સ અને જ્વેલરી જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોને અસર કરશે. યુએસ ટેરિફથી દ્વિપક્ષીય વેપારને મોટો ફટકો પડવાનો ભય ઉદભવ્યો છે. વર્ષ ૨૦૨૪માં ભારત અને અમેરિકા વચ્ચે કુલ દ્વિપક્ષીય વેપાર ૧૨૯ બિલિયન ડોલર (લગભગ ૧૦.૭ લાખ કરોડ) હતો. યુએસ ટેરિફથી કયા ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થશે તેના પર નજર કરીએ તો.. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં, ભારતે યુએસને ૨૪.૧ બિલિયન ડોલર (૫૫% વાષક વધારો) ના સ્માર્ટફોન નિકાસ કર્યા હતા. પરંતુ હવે ૨૫% ટેરિફ લાગુ થયા પછી, અમેરિકામાં તેમના ભાવ વધી શકે છે અને માંગ પર અસર પડી શકે છે.
ભારતે ૨૦૨૪માં ૧૦.૮ અબજ ડોલરના ટેક્સટાઇલ અને એપેરલની નિકાસ અમેરિકામાં કરી હતી, જે કુલ ટેક્સટાઇલ નિકાસના ૨૮.૫% હિસ્સો ધરાવે છે. ૧૦-૧૨%ની હાલની ડયુટી ઉપરાંત ૨૫% ની નવી ડયુટી ભારતીય કપડાને યુએસ બજારમાં બિન-સ્પર્ધાત્મક બનાવી શકે છે. વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશોને આનો ફાયદો થઈ શકે છે. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૨ બિલિયન ડોલરના દાગીનાની નિકાસ કરી હતી, જેમાં યુએસનો હિસ્સો લગભગ ૩૦% છે. હાલની ૨૭% ડયુટી ઉપરાંત વધારાની ૨૫% ટેરિફ આ ક્ષેત્રના માર્જિનને ગંભીર અસર કરી શકે છે અને ઓર્ડર રદ કરવા અથવા યુએસ ખરીદદારોને સપ્લાયર્સ બદલવા તરફ દોરી શકે છે.
ભારતે ૨૦૨૪માં યુએસને ૨.૨ બિલિયન ડોલરના ઓટો ઘટકોની નિકાસ કરી હતી. જ્યારે ફિનિશ્ડ વાહનોની નિકાસ ફક્ત ૧૦ મિલિયન ડોલરની આસપાસ હતી, ઓટો પાર્ટ્સ પર ૨૫% ડયુટી મેક ઇન ઇન્ડિયા હેઠળ એન્જિનિયરિંગ નિકાસને નુકસાન પહોંચાડી શકે છે. ભારતના દરિયાઈ નિકાસ ઉદ્યોગનું કુલ કદ ૭.૨ બિલિયન ડોલર છે, જેમાં યુએસનો હિસ્સો લગભગ ૨.૪ બિલિયન ડોલર છે. સીફૂડ પર ટેરિફ વધારવાથી લેટિન અમેરિકન નિકાસકારોની તુલનામાં ભારતના ભાવ બિનસ્પર્ધાત્મક બની શકે છે.
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭૬૪૨.૩૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૨૬૭૩.૯૧ કરોડની ખરીદી તેમજ ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૬૦,૯૩૯.૧૬ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧૭૭૩.૨૫ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૪૮૮.૯૮ કરોડની ખરીદી તેમજ ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૪૭,૬૬૬.૬૮ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવી દિશા…. મિત્રો, અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫% ટેરિફ તથા પેનલ્ટી લાગુ કરવાના લેવાયેલા નિર્ણયને કારણે વર્તમાન નાણાં વર્ષમાં ભારતના આર્થિક વિકાસ દરમાં ૩૦ થી ૬૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળશે તેવી વિવિધ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી રહી છે. જો કે ભારતમાં સ્થાનિક સ્તરે માંગ આધારિત અર્થતંત્રને મોટી અસર જોવા નહીં મળે એમ બારકલેસના એક રિપોર્ટમાં આર્થિક વિકાસ દરમાં ૩૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળવાની ધારણાં વ્યકત કરતા જણાવાયું હતું. ૧લી ઓગસ્ટથી ૨૫% ટેરિફ લાગુ થશે તો ભારતના માલસામાન પર અમેરિકામાં સરેરાશ ઈફેકટિવ ટેરિફ દર ટ્રેડ વેઈટેડના દ્રષ્ટિકોણથી વધી ૨૦.૬૦% રહેશે એમ બારકલેસ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે.
લિબરેશન ડે પહેલાનો ટેરિફ દર ૨.૭૦% રહ્યો હતો અને ૯૦ દિવસની જેને સ્થગિતી અપાઈ છે તે ટેરિફ દર ૧૧.૬૦% હતો. અમેરિકાથી આવતા માલસામાન પર ભારત ટ્રેડ વેઈટેડના દ્રષ્ટિકોણથી સરેરાશ ૧૧.૬૦% ટેરિફ વસૂલે છે. ભારતનું અર્થતંત્ર જે ઘરેલુ માંગને આધારિત છે તેને ધ્યાનમાં રાખતા ૨૫%ના ટેરિફ દરથી દેશના આર્થિક વિકાસ પર નોંધપાત્ર અસર જોવા નહીં મળે એમ જણાવી બારકલેસે વર્તમાન નાણાં વર્ષમાં આર્થિક વિકાસ દર ૩૦ બેઝિસ પોઈન્ટની કદાચ અસર જોવા મળી શકે. આ ઉપરાંત એસબીઆઈએ આર્થિક વિકાસદરમાં ૫૦ બેઝિસ પોઈન્ટ જ્યારે મોર્ગન સ્ટેન્લીએ ૬૦ બેઝિસ પોઈન્ટના ઘટાડાની ધારણાં મૂકી છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધિત વાટાઘાટોનો આગળનો રાઉન્ડ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં નવી દિલ્હીમાં યોજાવાનો સંભાવિત છે. આ માટે યુનાઇટેડ સ્ટેટ્સનું પ્રતિનિધિમંડળ ૨૫ ઓગસ્ટથી ભારતની મુલાકાત લેશે. આ બેઠકોમાં વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે, પરંતુ ટ્રમ્પ સરકારે લાગુ કરેલા ટેરિફને લઈ અનિશ્ચિતતા યથાવત્ રહે તેવી શક્યતા છે. એવી સ્થિતિમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને..!!!
નિફ્ટી ફ્યુચર રેન્જ…
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24627 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24737 પોઇન્ટના પ્રથમ અને 24808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24570 પોઇન્ટથી 24474 પોઇન્ટ, 24404 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર રેન્જ…
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 55794 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 56008 પોઇન્ટના પ્રથમ અને 56303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 55606 પોઇન્ટથી 55474 પોઇન્ટ, 55303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 56303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……
1) રેલ વિકાસ નિગમ ( 334 ) :- A/T+1 ગ્રુપનીઅગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.326 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.317 નાસપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.348 થી રૂ.355 નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.360 ઉપર તેજી તરફી ધ્યાન…!!!
2) ઓરિયન્ટ ટેક્નોલોજીસ ( 303 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.294 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.288 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.323 થી રૂ.330 નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
3) ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ ( 300 ) :- રૂ.288 નો પ્રથમ તેમજ રૂ.274 ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.323 થી રૂ.330 સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
4) આરબીએલ બેન્ક ( 267 ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.277 થી રૂ.284 ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.255 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
5) ટૂરીઝમ ફાઈનાન્સ ( 278 ) :- રૂ.264 નો પ્રથમ તેમજ રૂ.250 ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટયુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.294 થી રૂ.303 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
6) નોસિલ લિ. ( 178 ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.167 આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.192 થી રૂ.200 ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
7) ગેઈલ (ઈન્ડિયા) લિ. ( 165 ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.153 ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.176 થી રૂ.188 ના સંભવિત ભાવની શક્યતા છે…!!
8) જીપીટી હેલ્થકેર ( 163 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હોસ્પિટલ સેક્ટરનો આ સ્ટોક રૂ.153 આસપાસ રોકાણકારે રૂ.177 થી રૂ.184 ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.144 સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો…
1) સિપ્લા લિ. ( 1506 ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1484 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1460 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1537 થી રૂ.1553 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1560 ઉપર તેજી તરફી ધ્યાન…!!
2) આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1467 ) :- A /T+1 ગ્રુપના આ સ્ટોક રૂ.1434 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1417 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1488 થી રૂ.1500 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
3) ટેક મહિન્દ્રા ( 1437 ) :- રૂ.1404 નો પ્રથમ તેમજ રૂ.1390 બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1453 થી રૂ.1460 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
4) એચસીએલ ટેકનોલોજી ( 1453 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1477 આસપાસ સપોર્ટથી રૂ.1434 થી રૂ.1408 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1500 નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
5) ગોદરેજ કન્ઝ્યુમર ( 1263 ) :- રૂ.1293 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1303 ના સપોર્ટ તબક્કાવાર રૂ.1237 થી રૂ.1220 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1313 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
6) ભારત ફોર્જ ( 1144 ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.1197 આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.1108 થી રૂ.1093 ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……
1) એસબીએફસી ફાઈનાન્સ ( 98 ) :- નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.112 થી રૂ.120 ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.90 નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
2) ઈન્ટ્રાસોફ્ટ ટેકનોલોજી ( 97 ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઈ-રિટેલ/ઈ-કોમર્સ સેક્ટરનાં આ સ્ટોકને 88 ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.112 થી રૂ.118 સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!
3) આઈડીબીઆઈ બેન્ક ( 88 ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.80 નો પ્રથમ તેમજ રૂ.74 ના સ્ટ્રોંગ સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે 94 થી રૂ.103 સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
4) એનએચપીસી લિ. ( 78 ) :- રૂ.70 ના સ્ટ્રોંગ સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.84 થી રૂ.88 ની ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!
નિફટી ફયુચર રેન્જ 24404 થી 24808 પોઇન્ટ ધ્યાને લેવી…!!!
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો https://www.capsavaj.com/policies ને આધીન…!!!
Investment in securities market are subject to market risks.Read Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in