વિશ્વ વિખ્યાત આરાસુરી અંબાજી માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા લાખો શ્રધ્ધાળુઓ માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી રહેવા અને જમવા માટેની અધ્યતન સુવિધાનો શુભારંભ થઈ રહ્યો છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા કરોડો રૂપીયાના ખર્ચે નવનિર્મિત અધ્યતન સુવિધાયુક્ત જય સોમનાથ (JSIW) ઉમિયાધામનું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી તારીખ 25 જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે નવનિર્મિત ઉમિયાધામનું લોકાર્પણ કરાશે.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા અંબાજીના જુના નાકા, હનુમાન મંદિર સામે વર્ષો પહેલાં જમીન ખરીદવામાં આવી હતી.જે જમીન પર અધ્યતન સુવિધાયુક્ત ઉમિયાધામ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો. કરોડો રુપીયાના ખર્ચે જય સોમનાથ ઉમિયાધામનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. નવનિર્મીત ઉમિયાધામ માટે મુખ્ય દાતા તરીકે બાબુભાઈ કે.પટેલ – રમેશભાઈ કે પટેલ (જય સોમનાથ ગ્રુપ, ખોરજ) ભાગ્યશાળી બન્યા છે. ઉમિયાધામનું જય સોમનાથ (JSIW) ઉમિયાધામ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે.
અરવલ્લીની ભવ્યાતિભવ્ય અને નયનરમ્ય પહાડીઓના સૌંદર્ય વચ્ચે અને પ્રાકૃતિક વાતાવરણમાં નવનિર્મીત જય સોમનાથ ઉમિયાધામ નું લોકાર્પણ તા.25 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 10-00 વાગે કરાશે. ગુજરાતના યશશ્રી અને સરળ સ્વભાવ ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવનિર્મીત જય સોમનાથ ઉમિયાધામનું લોકાર્પણ કરવામાં આવશે.
નવનિર્મીત ઉમિયાધામમાં અન્નપુર્ણા હોલના દાતા તરીકે ગોવિંદભાઈ અંબાલાલ પટેલ (ટુંડાવ, કામેશ્વર પરિવાર), મલ્ટી પર્પઝ હોલના દાતા તરીકે દિલીપભાઈ પટેલ (રાજા ઈન્સ્ટ્રીઝ,કડી), બાબુભાઈ પટેલ (મુખી,ભાડજ ગામ) અને ગોવિંદભાઈ પટેલ (સનહાર્ટ ગ્રુપ, મોરબી-અમદાવાદ) દ્વારા મોટી રકમનું દાન કરાયું છે. મધ્યસ્થ કાર્યાલયના દાતા પ્રહલાદભાઈ અંબાલાલ પટેલ (કામેશ્વર ગ્રુપ,ટુંડાવ-અમદાવાદ), સ્યુટ રૂમના દાતા ગં.સ્વ.ગૌરીબા ગણેશભાઈ પટેલ મોરબી અને સીતાબેન એન.પટેલ (ઉમતા) દાતાશ્રીઓએ પ્રેરણાદાયી રકમનું દાન કર્યું છે.
કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નવનિર્મીત જય સોમનાથ ઉમિયાધામમાં યાત્રીકો માટે રહેવાની અધ્યતન સુવિધા માટે 02 સ્યુટ રૂમ, રહેવા માટે 72 જેટલા એ.સી. રૂમ,અન્નપુર્ણા એ.સી. હોલ, લીફ્ટ ઉપરાંત સંઘો માટે રસોડા શેડ અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુબાઈ જમનાદાસ પટેલ (ધારાસભ્ય દસ્ક્રોઈ) તથા માનદમંત્રી જ્યંતિભાઈ પટેલે સંયુક્ત રીતે માહિતી આપતાં જણાવ્યું હતું કે જય સોમનાથ ઉમિયાધામના લોકાર્પણ પ્રસંગે ઉદ્દઘાટક પદે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે પુર્વ નાયબ મુખ્યનંત્રી નીતીનભાઈ પટેલ, મુખ્ય દાતા બાબુભાઈ પટેલ તેમના પરિવારજનો, આશીર્વચન માટે ગાયત્રી ઉપાસક અને કથાકાર ડૉ મમતાબેન પંડિત ઉપરાંત વિવિધ પ્રકારના દાન કરનાર દાનેશ્વરી દાતાઓ, સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત ર રહેશે.ઉલ્લેખનીય છે કે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અંબાજી ખાતે આવેલી શેઠ શ્રી બેચરદાસ લશ્કરી ની હવેલી સને ૧૯૭૯ માં ખરીદવામાં આવી હતી. જે સ્થળે પથિકાશ્રમનું તા. ૨૦/૧૦/૧૯૮૮ ના રોજ લોકાર્પણ કરાયું હતું. જે જમીનમાં ખુલ્લી જગયા પર નવિન જય સોમનાથ (JSIW) ઉમિયાધામનું નિર્માણ કરાયુ છે. જેનું બુકીંગ તા. ૨૬-૦૧-૨૦૨૬ થી યાત્રિકો-સંધો માટે શરૂ કરવામાં આવશે.વિશ્વ વિખ્યાત આરાસુરી અંબાજી માતાના ચરણોમાં શિશ ઝુકાવવા આવતા લાખો શ્રધ્ધાળુઓ માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી રહેવા અને જમવા માટેની અધ્યતન સુવિધાનો શુભારંભ થઈ રહ્યો છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા કરોડો રૂપીયાના ખર્ચે નવનિર્મિત અધ્યતન સુવિધાયુક્ત જય સોમનાથ (JSIW) ઉમિયાધામનું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી તારીખ 25 જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે નવનિર્મિત ઉમિયાધામનું લોકાર્પણ કરાશે.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા અંબાજીના જુના નાકા, હનુમાન મંદિર સામે વર્ષો પહેલાં જમીન ખરીદવામાં આવી હતી.જે જમીન પર અધ્યતન સુવિધાયુક્ત ઉમિયાધામ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો. કરોડો રુપીયાના ખર્ચે જય સોમનાથ ઉમિયાધામનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. નવનિર્મીત ઉમિયાધામ માટે મુખ્ય દાતા તરીકે બાબુભાઈ કે.પટેલ – રમેશભાઈ કે પટેલ (જય સોમનાથ ગ્રુપ, ખોરજ) ભાગ્યશાળી બન્યા છે. ઉમિયાધામનું જય સોમનાથ (JSIW) ઉમિયાધામ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે.
અરવલ્લીની ભવ્યાતિભવ્ય અને નયનરમ્ય પહાડીઓના સૌંદર્ય વચ્ચે અને પ્રાકૃતિક વાતાવરણમાં નવનિર્મીત જય સોમનાથ ઉમિયાધામ નું લોકાર્પણ તા.25 જાન્યુઆરી 2026 ના રોજ સવારે 10-00 વાગે કરાશે. ગુજરાતના યશશ્રી અને સરળ સ્વભાવ ધરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવનિર્મીત જય સોમનાથ ઉમિયાધામનું લોકાર્પણ કરવામાં આવશે.
નવનિર્મીત ઉમિયાધામમાં અન્નપુર્ણા હોલના દાતા તરીકે ગોવિંદભાઈ અંબાલાલ પટેલ (ટુંડાવ, કામેશ્વર પરિવાર), મલ્ટી પર્પઝ હોલના દાતા તરીકે દિલીપભાઈ પટેલ (રાજા ઈન્સ્ટ્રીઝ,કડી), બાબુભાઈ પટેલ (મુખી,ભાડજ ગામ) અને ગોવિંદભાઈ પટેલ (સનહાર્ટ ગ્રુપ, મોરબી-અમદાવાદ) દ્વારા મોટી રકમનું દાન કરાયું છે. મધ્યસ્થ કાર્યાલયના દાતા પ્રહલાદભાઈ અંબાલાલ પટેલ (કામેશ્વર ગ્રુપ,ટુંડાવ-અમદાવાદ), સ્યુટ રૂમના દાતા ગં.સ્વ.ગૌરીબા ગણેશભાઈ પટેલ મોરબી અને સીતાબેન એન.પટેલ (ઉમતા) દાતાશ્રીઓએ પ્રેરણાદાયી રકમનું દાન કર્યું છે.
કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નવનિર્મીત જય સોમનાથ ઉમિયાધામમાં યાત્રીકો માટે રહેવાની અધ્યતન સુવિધા માટે 02 સ્યુટ રૂમ, રહેવા માટે 72 જેટલા એ.સી. રૂમ,અન્નપુર્ણા એ.સી. હોલ, લીફ્ટ ઉપરાંત સંઘો માટે રસોડા શેડ અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુબાઈ જમનાદાસ પટેલ (ધારાસભ્ય દસ્ક્રોઈ) તથા માનદમંત્રી જ્યંતિભાઈ પટેલે સંયુક્ત રીતે માહિતી આપતાં જણાવ્યું હતું કે જય સોમનાથ ઉમિયાધામના લોકાર્પણ પ્રસંગે ઉદ્દઘાટક પદે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે પુર્વ નાયબ મુખ્યનંત્રી નીતીનભાઈ પટેલ, મુખ્ય દાતા બાબુભાઈ પટેલ તેમના પરિવારજનો, આશીર્વચન માટે ગાયત્રી ઉપાસક અને કથાકાર ડૉ મમતાબેન પંડિત ઉપરાંત વિવિધ પ્રકારના દાન કરનાર દાનેશ્વરી દાતાઓ, સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત ર રહેશે.ઉલ્લેખનીય છે કે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અંબાજી ખાતે આવેલી શેઠ શ્રી બેચરદાસ લશ્કરી ની હવેલી સને ૧૯૭૯ માં ખરીદવામાં આવી હતી. જે સ્થળે પથિકાશ્રમનું તા. ૨૦/૧૦/૧૯૮૮ ના રોજ લોકાર્પણ કરાયું હતું. જે જમીનમાં ખુલ્લી જગયા પર નવિન જય સોમનાથ (JSIW) ઉમિયાધામનું નિર્માણ કરાયુ છે. જેનું બુકીંગ તા. ૨૬-૦૧-૨૦૨૬ થી યાત્રિકો-સંધો માટે શરૂ કરવામાં આવશે.